અમારા વિશે

Revered Guruji…

સનાતન હિંદુ ધર્મની પરંપરામાં ૧૮ મી સદી ના, ભારતભૂમિના સંત મહાત્મા શ્રી કામેશ્વર મહારાજ નો જન્મ ઈ.સ. 1888 માં પૂજ્ય નરસિંહરામ જોશી ના ગૃહમાં થયો હતો.

પૂજ્ય માતા-પિતાના ઉત્તમ સંસ્કારો થી તેઓ બાળપણથી જ અતિ પ્રતિભાશાળી હતા. માત્ર પાંચ વર્ષની નાની ઉંમરે જ તેમણે સંસ્કૃત ભાષામાં નિપૂર્ણતા પ્રાપ્ત કરી. બાળપણથી જ તેમના વ્યક્તિત્વમાં તેજસ્વિતા અને આધ્યાત્મિકતા સ્પષ્ટ દેખાતી હતી.

આગળ જઈ તેમણે અંગ્રેજી ભાષામાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને મેજિસ્ટ્રેટ જેવી પ્રતિષ્ઠિત પદવી પ્રાપ્ત કરી. પરંતુ બ્રિટિશ શાસનકાળ દરમિયાન પ્રજાની પરિસ્થિતિ—આર્થિક શોષણ, અકાળ અને દમનકારી નીતિઓ—થી તેઓ ખૂબ જ વ્યથિત થયા.

જગદગુરુ આદિ શંકરાચાર્યજી ના પવિત્ર વિચારો થી પ્રેરાઈ, સત્ય અને ધર્મ પ્રત્યેની પોતાની અડગ લાગણીના કારણે તેમણે ઉચ્ચ પદની નોકરીનો ત્યાગ કર્યો.

આધ્યાત્મિક સમર્પણ અને દિવ્ય જ્ઞાનની યાત્રા

વૈરાગ્ય ભાવ ધારણ કરીને તેમણે સંસારનો ત્યાગ કર્યો અને બ્રહ્મચારી બની ગુરુની શોધમાં પ્રસ્થાન કર્યું. અંતે પરમ ગુરુના આશીર્વાદ અને પોતાની તપસ્યા દ્વારા તેમણે દિવ્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી

૫૦ વર્ષના સમયગાળામાં, તેમણે સત્ય, ધર્મ, જ્ઞાન અને કર્મનિષ્ઠાના સિદ્ધાંતો પર ચાલીને જરૂરિયાતમંદ લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરી અને સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. પરમ પૂજ્ય, અનંતકોટિ બ્રહ્માંડનાયક, યોગીરાજ પરબ્રહ્મ, શ્રી સચ્ચિદાનંદ sadguru shree કામેશ્વર મહારાજ (ગુરુજી) ના અસીમ આશીર્વાદથી અમે સર્વના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને કલ્યાણ લાવવા માટે પ્રયત્નશીલ છીએ.

અમે સર્વના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સર્વાંગી કલ્યાણ પ્રસ્થાપિત કરવા માટે સમર્પિત છીએ.

ગુરુજીના દિવ્ય માર્ગદર્શનથી પ્રેરાઈ, અમે છેલ્લા ૪૫ વર્ષથી કર્મનિષ્ઠતા અને સમર્પિત ભાવથી કાર્યરત છીએ .

વૈદિક સિદ્ધાંતોના પવિત્ર અનુસરણ સાથે, અમે નીચે મુજબની સેવાઓ પ્રદાન કરીએ છીએ:

Sacred Rituals

Our pooja services are performed with purity and devotion to remove negative energies, invite blessings, and restore peace in your life and home.

Vastu Harmony

Through authentic Vastu Shastra, we help balance your living and working spaces to attract positivity, prosperity, and spiritual well-being.

Divine Guidance

We provide honest and personalized astrological insights to help you understand your life path, overcome challenges, and move forward with clarity and confidence.